Tu Satsang No Ras Chakh

સત્સંગનો રસ ચાખ, પ્રાણી. તું સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ ... પ્રાણી, તું.

Translate:
Arabic Arabic Chinese (Simplified) Chinese (Simplified) Dutch Dutch English English French French German German Hindi Hindi Italian Italian Portuguese Portuguese Russian Russian Spanish Spanish


Tu Satsang No Ras Chakhસત્સંગનો રસ ચાખ, પ્રાણી.
તું સત્સંગનો રસ ચાખ.

પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી આંબા કેરી શાખ … પ્રાણી, તું.

આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે ખાખ. … પ્રાણી, તું.

હસ્તિ ને ઘોડી, માલ ખજાના,
કાંઈ ન આવે સાથ. … પ્રાણી, તું.

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ પૂરે છે સાખ. … પ્રાણી, તું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિચરણે ચિત્ત રાખ. … પ્રાણી, તું.

– મીરાંબાઈ

Mirabai
Meera (Mira Bai) was a Hindu mystic poet and devotee of Krishna. She was one of the most significant saints of the Vaishnava bhakti movement. Some 1,300 pads (poems) commonly known as bhajans (sacred songs) are attributed to her.
Leave a Reply